History

History

અયોધયા નગરી નો ઇતિહાસ ખૂબજ પ્રાચીન છે.ત્યાં ના રાજા સૂર્યવંશી સમુદાયના હતા. તેઓ ખૂબજ સારા શાસનકાર અને પરાક્રમી હતા .તેમના વંશજ ના એક રાજા , અજયપાલ રાજા , જે રધુ રાજા ના પુત્ર હતા. જયપાલ રાજા પોતે જૈન હતા અને તેમને ધરમ ની નખૂબજ ઊંડી માન્યતા હતી.
એક વખત તે શત્રુંજય મહાતીર્થ ની જાત્રા પ્રવાસ ની શરૂઆત કરતા હતા. તેમને દીવ નગ્રી પહોંચતા બીમારી નો સખત ચેપ લાગ્યો. તેઓ ૧૦૮ રોગથી પીડિત હતા અને સર્વે વૈદો રોગ મટાડવામાં અસફળ રહ્યા. તેમને નિર્ણય લીધો કે દીવ બંદર ના જંગલ માં સ્થીરવાસ લીધો અને ભગવાન ને પ્રાથના કરી.
તેજ સમયે દીવ બંદર ના દરિયા માં રતનસાર નામનો વ્યાપારી પ્રવાસ કરતો હતો. તેની નાવ મધ્ય દરિયે વંટોળ માં ફસાય ગઈ હતી. રતનસર ની આર્થિક પરિસ્થિતિ સારી નોટી ચાલતી, અને પરિવાર ને શું થશે તેના ભય થી પ્રાથના માં ડૂબી જાય છે. ત્યારે સાક્ષાત દેવી પદ્માવતી તેને સમક્ષ હજાર થઈ, તેને એક આદેશ આપે છે. દેવી વાણી પ્રકાશી કહે છે – “ દરિયા ના તળિયે, એક પેટી મળશે , તેમાં પાર્શવનાથ ભગવાન ની અતી પ્રાચીન પ્રતિમા છે . આવી પ્રતિમા જેને ૧લાખ વર્ષ થી ધરણેનદ્રદેવે પૂજેલ છે , ૬૦૦ વર્ષ સુધી કુબેર દેવે અને ૬ લાખ વર્ષ સુધી વરુણદેવે ભાવપૂર્વક પૂજા કરી છે. દેવી પદ્માવતી એ રત્નાસાર શેઠ ને આજ્ઞા કરી કે તમે મૂર્તિ ને અજયપાલ રાજા જે દિવ ના બંદર પાસે છે , તેમને ભેંટ આપો .
રત્નાસાર શ્રાવકે તેમજ કર્યું અને મૂર્તિ ભેટ આપવા હેતુ અજયપાળ રાજા પાસે પોંચ્યા. સર્વે વાત ને વિસ્તાર પૂર્વક અજયપાલ રાજા ને કહી, તેમને મૂર્તિ ભેટ આપે છે . અજયપાલ રાજા એ ખૂબ ભાવપૂર્વક ભગવાનને વધાવ્યા , પક્ષાલ કર્યું અને તે પક્ષાલ જલ થી સ્નાન કર્યું અને ચમત્કારિક શક્તિ ના બળથીતેમનો તેમના ૧૦૮ રોગ માં થી ૧૦૭ રોગ શાંત થઈ ગયા . અજયપલ રાજા અત્યંત પ્રસન્ન થયા અને નવી નગરી ની સ્થાપન ની ઘોષણા કરી.
અજયપાલ રાજા એ આજુ બાજુ ની જગ્યા ખરીદી અને ખૂબ હર્ષ- ઉલ્લાસ અને વાજતે ગાજતે પ્રભુ ની પ્રતિષ્ઠા ભવ્ય દેરાસર માં કરી. જે નગરી માં અજયપાલ રાજા એ બનાવ્યું તેનું નામ “અજયનગરી” થી વિહારમાં થયું; અને પાર્શ્વનાથ પ્રભુ ની ચમત્કારિક શક્તિઓ ના કારણે “અજહરા પાર્શ્વનાથ ભગવાન” થી પ્રખ્યાત થયું. અજહરા નું સરળ ભાષા માં અર્થ થાય જે – જેનો કોઈ નાશ નથી”.
આ ભવ્ય પ્રતિમા અને દેરાસર માં અનેક મહાનુભાવો, સૈકડો સાધુ-સાધ્વી અને જૈન સંઘ ના સદસ્યો એ પક્ષાળ, પૂજા સેવા કરી છે. મહારાજ હિર્સુરિદાદા ના પરમ ભક્ત; મુઘલ સમ્રાટ અકબર રાજા એ પણ તેમના રોગો ને ટાળવા અર્થે અહી પધાર્યા અને ખૂબ હર્શો ઉલ્લાસ સાથે પ્રાથના કરેલી છે.
અત્યારેપણ આ દેરાસર તેજ ભવ્ય નગરીમાં બિરાજમાન છે. પ્રભુજીનુ પક્ષાલ કરેલુ નમન આજે પણ ચમત્કારી છે અને અમૃત સમાન છે . દેરાસર ના પરિસર ની અરસ પરસ ખોદતા અનેક પ્રાચીન મુરતિયો મળવામાં આવેલ છે. જે અહીં ના રાજ્ય નો ધન ધાન્ય થી ભરપૂર હોવાનો અને જૈન ધરમ ની મહામી સૂચવે છે .
શ્રી અજાહરા પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ -૪૬ cm ની ઊંચાઈ વળી છે અને પદ્માસન મુદ્રામાં બેઠેલ છે . આ મૂર્તિ ઘેરું ની છે અને તેની ઉપર કેસરી રંગ ની લેપ કરેલો છે.મૂર્તિ ના માથે સાત ફણા વાળા ધરણેન્દ્ર દેવ છે.
અજાહરા ગામ : અંજાર -ગીર- સોમનાથ તાલુકા – સૌરાષ્ટ્ર – ગુજરાત માં છે, ઉના -મહુવા હાઈવે- ઉના પાસે આવેલ છે.

Originating from the colourful history of City of Ayodhya, where the Suryavanshi Dynasty was ruling and was led by great and brave kings; is the story of ‘Ajahra’. One such ruler was King Ajaypal, the son of King Raghu. Ajaypal upon ascending to the throne made Saketpur his capital. King Ajaypal was Jain by religion and was on his way to a pilgrimage to sacred Shatrunjay Tirth. On reaching Diu (formerly known as Div) he was affected by multiple diseases all at once. The doctors at that time ruled him untreatable. He decided to spend some time by the ocean and attempt to recover from the illnesses.
At the same time, an incident occurred in the middle of the ocean. A merchant by the name of Ratnasar got caught in the cyclonic winds in the deep ocean. He began praying for his safety and the safety of his workers who had accompanied him on this journey. At that point he was commanded by the voice of Devi Padmavati, “to dive into the water and retrieve a box from the ocean bed. He was told that the box housed an ancient idol of Shri Parshwanth Bhagwan; that was buried in the depths of the ocean. This idol is said to have been worshipped by Dharnendra Dev for 7 lakh years, King Kuber for 600 years and by Varun Dev for 7 years.
Devi Padmavati later also commanded Ratnasar to give the idol to King Ajaypal as a gift, who was taking shelter near Diu port and healing from the illnesses. Ratnasar did exactly as commanded to him by the divine voice of Devi Padmavati and with a big procession took the idol to the resting place of King Ajaypal. He then narrated the series of events that had occurred to King Ajaypal. Ajaypal later bathed the idol with water and prayed for a miracle. He sprinkled the same water (naman) with which the idol was bathed on himself; and miraculously all of his ailments were cured in a short few days.
Ajaypal being influenced heavily by the miraculous powers of the idol, established a new city by the name of Ajaynagar and placed the idol in a beautiful temple in the centre of the city. As Ajaypal was cured of his illnesses this idol came to be known as “Ajahra Parshvanath Bhagwan.” The town saw the visit of several celestial beings, rulers, kings, queens and the jain community. The Mughal Emperor Akbar who was a follower of Param Pujya Hirsuri Maharajsaheb worshipped the idol immensely and even conducted several processions in the surrounding village.
The temple currently stands in the same location where Ajaypal had first constructed it years ago and worshiped with the same devotion; and the water with which the idol is bathed in is considered as nectar. This temple and idol are ancient and so is the area around it. Whilst conducting renovations and digging in the surrounding area, many relics and stone carving inscriptions have been excavated. Near the temple, there was a cellar from which many idols were found; further proof of the prosperity of the region. The idol is worth seeing. The idol of Shri Ajahra Parshvanath Bhagwan is roughly 46 cms in height and is in the Padmasana posture. The idol is plastered in a saffron colour and is made of Sand. There is an umbrella of 7 hoods directly above the idol.
Location: outskirts of village Anjar in the Gir Somnath District of Saurashtra, Gujarat.